કોરોના વાયરસની નેગેટિવે અસર આપડા જનજીવન અને વાતાવરણ માં કેવી પડી

કોરોના વાયરસની નેગેટિવે અસર આપડા જનજીવન અને વાતાવરણ માં કેવી પડી ચાલો થોડી આના વિશે વાત કરીયે આપડે , આજે તારીખ 13 એપ્રિલ 2020 છે હું આટલા  દિવસથી ઘરમાંજ છું  અને મેં મારી લાઈફ  માં અને આખા વાતાવરણમાં ખુબ ચેન્જ જોયો એટલે થયું કે તમારી સાથે વાત કરું આના  વિશે કે હું એકલોજ છુ  કે તમે પણ છો  મારી જેમ જેને ચેન્જ ફીલ કર્યો છે , જો ખરેખર એવું લાગતું હોય તમને તો પ્લીઝ  કોમેન્ટ બોક્સ માં જણાવો।
મારા ટોપિક નું મથાળું જોયા પછી તમને હસું આવશે કે કોરોના વાયરસ ની નેગેટિવે અસર , જી હા નેગેટિવ જ કેહવાહ પોઝિટિવ હોય તો તમે આ પોસ્ટ વાંચી રહ્યા ના હોટ :)
તો વાત કરું જે મેં વાતાવરણમા ચેન્જ જોયો છે એ તમને જણાવું બૌ નોર્મલ છે પણ ખુબ વધારે છે
- આજે ગરમીને કારણે વાતાવર માં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રીએ પોહ્ચ્યું છે પણ તમને એટલી બધી ગરમી નઈ લાગે કારણ એ છે કે વાતાવરણમાં પ્રદુશન નથી , જેનાથી આજે આપડે 40 ડિગ્રીમાંય મોજ થી રહીયે છીએ હેને
- મેં ગણા સમય થી ચકલીઓ નોતી જોઈ આજે રોજ સવારે હું ચકલીઓના ચી ચી ના અવાજ માં ઉઠું છું  અને ખરેખર આ એલાર્મ મને ખુબ ગમ્યું , મેં ગયા અઠવાડિયે ચકલીઓ માટે 4 માળા  બનાય અને 2 દિવસમાં મેહમાનો આવી ગયા , મજા આવશે તમે પણ ટ્રાય  કરો તમારા ઘરના આગળે  જો ઝાડ હોય કે તમારા રૂમ ની બાલકની હોય એમાં ચકલી માટે માળો લગાવી જુઓ
- આકાશ એકદમ ચોખ્ખું દેખાય છે ધીરે ધીરે પેહલા જેવો સ્કાય બ્લુ કલર  દેખાવા લાગ્યો છે
- નોઇસ પોલ્યૂશન એકદમ સુન્ય છે , જેનાથી તમારું મન એકદમ શાંત થાય છે।
- વાતાવરણ માં પોલ્યૂશન ના હોવાથી હવા એકદમ ચોખી થઇ ગઈ છે એકદમ સુધ  ઓક્સીઝ્ન મને મળે છે , જાણે એવું લાગે છે કે વાતાવરણે સ્મોકિંગ કરવાનું બંધ કરી દીધું ,
- વાતવરણ જો આવુંને આવું રહેશે તો લોકો હેલ્થી થશે અને તંદુરસ્થ પણ થશે , સાચું ને  ?

હવે વાત કરીયે આપડા જનજીવન ની , તો કઈ શકાય કે જોરદાર અસર થઇ છે , તકલીફો પણ થઇ છે પણ એ ખાલી આર્થિક રીતે  , પણ હું વાત એજ કરીશ જે ની સારી અસર થઇ છે।
- આજે લોકો સારું અને ચોખ્ખું ખાવાનું પસંદ કરે છે , શોર્ટ માં કૌ તો ચટાકા બંધ છે , શારીરિક રીતે જોવા જાસો તો તમે ખુબ તંદુરસ્ત છો  પેહલા કરતા।
- મેં ગણા બધા જોયા જે ની પાસે ટાઈમ હતો ખાલી પૈસા કમાવા આજે એની પાસે સમય છે પોતાની ફેમિલી માટે અને લોકો સમજ્યા ફેમિલી કુટુંબ નું મહત્વ , આવા કપરા સમયમાં જો પોતાની પાસે હોય તો એકજ વસ્તુ છે જે આપણું ફેમિલી , મજા આવે સાથે મળી ને બધું કામ કરવામાં હેને , લોકો ને રિલેશન ની વૅલ્યુ સમજાઈ ગઈ
-બાળકો આજે ડોરેમોન ,સીનસેન  જેવી સિરિયલો જોયા કરતા મહાભારત અને રામાયણ જોવે છે અને સાથે આખું ફેમિલી પણ , આપડે આપણું ક્લચર ભૂલવા ઉપર હતા પણ આજે જુઓ ઘરમાં બધા ઘયાની  થઇ ગયા હોય એવું લાગે છે , મેં ટાબરિયાં ને વાતો કરતા સાંભળ્યા હતા એક બીજાને પૂછતો હતો કે અંગત કોનો દીકરો ? સાલું આ સાંભળી ખુબ આનંદ થયો।
- આજે દેશ અને દુનિયા માં લોકો બે હાથ જોડી નમસ્કાર કરતા થઇ ગયા , જાણતા અજાણતા  આપડી અને આપણી  સંસ્કૃતિ ની લોકો કિંમત જાણી ગયા।
- મારી વાત કરું તો લોકડાઉન  સરું થયું ત્યારથી રોજ હું કસરત કરું છું  આજે મારી બોડી માં મારી સ્કિન માં અને મારા વિચારોમાં 50% ચેન્જ દેખાય છે મને

તો આ બધી હતી કોરોના ના કારણે મને દેખાતી અને મને ફીલ થતી વાતો , તમને પણ ગણો ફેર લાગતો હશે , રસોઈ તો પાકી આવડી ગઈ જ હશે , હું તો પારંગત થઈજ ગયો છું  :) જો તમારી પાસે પણ કઈ શેર કરવા યોગ્ય વાત હોય તો કોમેન્ટ ના માધ્યમથી શેર કરો।

ઘરમાં રહો ખુશ રહો
ધન્યવાદ।  :)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો