તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે આટલું દરરોજ કરો

તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે આટલું દરરોજ કરો

આજે સમગ્ર પૃથ્વી પર કોરોના વાયરસ  કારણે ગણી બધી તકલીફ થઇ છે આવા સમયે તમારે  માટે તમારું શરીર એ જ તમારું સાચું ધન છે , જો તમારા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તો તમને કોઈ પણ રોગ નહિ થાય , આપણા  શરીર પર 3 વસ્તુની ખાસ અસર થાય છે
1). આપણા ભોજન ની
2).માનસિક તંદુરસ્તી
3). સારીરિક શ્રમ

આપણું આજકાલનું લાઇફસ્ટાઇલ એવું જે જેમાં આપણને સારીરિક શ્રમ લાગતો નથી જેથી જોઈએ એવી જમવાની ભૂખ લાગતી  નથી અને આના  કારણે આપણને ચટાકેદાર ભોજન વધુ ભાવે છે સાદા  ભોજન કરતા , હું જોઉં છું  જેમાં મારા ગણા બધા મિત્રો અઢવાડિયામાં 4 વખત તો હોટેલ નું ખાતા હોય છે આ એક લાઈફ સ્ટાઇલ થઇ ગઈ છે. લોકોને માનસિક થાક લાગે છે પણ શારીરિક થાક નથી લાગતો જેથી હદયને લગતા રોગો નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે , તો આપડે આવી જઇયે આપણા  મૈન ટોપિક પર નિરોગી કેવી રીતે રેહવું , તમે જોઈ શકો છો  કે મેં ઉપર 3 ભાગ પાડ્યા  છે જે આપણ ને મદદ કરશે નિરોગી રહેવા માટે।

1. ભોજન
જયારે તમે તમારા ઘરની રઓસી ભાણું  જમશો તો એ અબખે નઈ  પડે પણ તમે ખાલી 10 દિવસ ઘરનું જમ્યા વગર હોટેલ કે ટિફિન નું ભોજન લેશો તો એ તમને 10 દિવસ પછી અબખે પડશે એટલે કે નય ભાવે એટલે મારો કેવાણો નો ભાવાર્થ એટલે જ છે કે તમારું સાચું ભોજન એ ઘરનું કારણકે બનાવનાર ની ભાવના તમને જમાડવાની હોય છે ના કે હોટેલ ની માફક ચટાકે દાર બનાવી નફો કમાવાની , અત્યારે લોકડાઉં ના કારણે કદાચ તમારે રજા હશે પણ જોશો તો તમારા માતા કે તમારી પત્ની તમારી બેહને રજા નહીં હોય એ નિત્ય ક્રમ જ કામ કરતા હશે જો તમને થોડી પણ આ વાત સમજાય તો એમનો આભાર માનજો।

ભોજન જેટલું સાદું હશે એટલું તમારું શરીર તંદુરસ્ત રહેશે

- સવારે વેહલા ઉઠી ને હુફાળુંઉ પાણી પી જાવ ( 2 ગ્લાસ )
- રાત્રે એક  મુઠી દેશી ચણા પલાળો અને સવારે ચા નાસ્તો કર્યા પેહલા કે કસરત કર્યા પછી ખાઈ જાવ ( તમને દિવસ દરમ્યાનું પ્રોટીન મળી રહેશે )
- ચા સાથે બને ત્યાં સુંધી રોટલી ભાખરી ખાવા નો પ્રયત્ન કરો તીખું તળેલું ટાળો
- અને જો ચા નાસ્તા ની જગ્યા કઈ પણ ફ્રૂટ ખાઈ લો તો સૌ થી સારું
- તમારો જમવાનો સમય ફિક્સ કરી ડો બન્ને ત્યાં સુંધી 12 વાગે જમીલો એ સારામાં સારું
( જમવામાં સાક  વધુ ખાવું રોટલી ઓછી ખાવી અને થોડા દાળ ભાત  જરુ લેવા આજ સંપૂર્ણ ભોજન કહેવાય )
- બને ત્યાં સુંધી તમારા શરીર માં ખાંડ જેટલી ઓછી જાય એટલું વધારે સારું ( ચા કોફી ઓછી કરવી અથવા એમાં ખાંડનું પ્રમાણ ઓછું કરવું )
- લીંબુ દિવસમાં એક વાર જરૂર પીવું જો બપોર ની ચા ની જગ્યા લીંબુ નો સરબત પીવો તો ગણું સારું રે
- રાત્રી નું ભોજન લેવાનો ઉત્તમ સમય સાંજે 7 થી 8 ની વચ્ચે નો છે કારણકે જો તમે મોડા જમશો તો તમને સુવામાં તકલીફ પડશે
- રાત્રી ના ભોજન માં જો એકદમ સાદું જમવાનું હોય તો અતિ ઉત્તમ એટલેકે સાદી  ખીચડી દૂધ , મિક્સ ધાન્ય ની ખીચડી હોય  એ વધુ સારું જે ઝડપી પચી  જાય.

જો તમે આટલુંજ કરશો અને બારનું  ફાસ્ટ ફૂડ નહીં ખાવ તો તમારા શરીર માં તમને 1 મહિના માં ફર્ક જોવા મળશે
- ( ઍક્સટ્રામા જો તમે રોજ ડ્રાંઈફ્રુટ ખાવ તો વધુ સારું 5 બદામ , 5 કાજુ , 1 અખરોટ , થોડી સૂકી દ્રાક્ષ )


2).માનસિક તંદુરસથી
અત્યારના સમય માં માનસિક તંદુરસથી ખુબ જરૂરી છે આજ કાલ  નાના થી લઇ મોટા સુંધી ના લોકો ડિપ્રેસન ના રોગી છે।  મને યાદ છે હું નાનો  હતો એ વખતે એટલી બધી રમતો હતી કે સ્કૂલનું વેકેશન ઓછું પડતું તમને એમ થશે કે એ જૂની રમતો તે વળી સુ કામની પણ એ રમતો એ બાળપણ માં મને ગણતરી શીખવી , લખોટી રમતા રમતા હું હિસાબ માં પાકો થયો , દોડ પકડ રમતા હું દોડ માં પાકો થયો બાકી રમતો તો ઢગલા બંધ જેનાથી  આપડે અજાણ માં આપડી રમતો માં થી ગણું શીખ્યા છે હેને ? પણ હાલ ની પરિસ્થી જોતા લાગે છે હાલ ના બાળકો મોબાઈલ  ની રમતો માં પાકા  છે પણ માનસિક ને શારીરિક બૌ નબળા છે એના જવાબદાર પણ આપડે  ખુદ છીએ , એમને મોબાઇલ માં થી બાર નીકાળો  એમની સાથે તમે રમો સમય છે આપડી પાસે ફરીથી બાળક થવાનો , આના થી તમે પણ માનસિક રીતે ખુબ ખુશ રેહશો અને તમારા બાળકો પણ , એમને આપડી જૂની રમતો શીખવો , મજા પડશે

- માનસિક રીતે મજબૂત થવા રોજ સવારે ધ્યાન કરો , પ્રાણાયામ કરો
- માનસિક રમતો રમો , જેમકે ચેસ , સુડોકુ , ક્રોસવર્ડ છે
- માનસિક તાકાત વધારવા માટે તમારો ખોરાક પણ એટલોજ જવાબદાર છે , રોજ અખરોટ ખાવ
- તમારા શોખ શોધો અને એના માટે સમય નીકાળી  એના પર કામ કરો
-  ચિત્રો દોરો મજા આવશે ભલેને વિચિત્ર દોરાય પણ એના થી તમારા હાથ અને મગજનું કનેક્સન વધારે સાગન થશે , તમારા મગજ ને કસરત મળશે।
- જો તમે જમળોડી  હોવ તો ડાભા હાથથી ટુથ બ્રશ કરો કે લખવાનો ટ્રાઈ કરો , જે તમારો મૈન હાથ હોય એનાથી  અલગ હાથ થી કાર્ય કરવાનો ટ્રાઈ  કરો , બોસ જોરદાર કસર થશે , તમારું એ સમયે ફોકસ  100% હશે , અને તમે ઑટોમેટિક મોડ માં થી બાર આવશો  ( જોખમ થાય એવા કામ ના કરતા પાછા )

3). શારીરિક શ્રમ
અત્યારનો સમય એવો છે જેમાં વધુ પડતું કામ માનસિક જ હોય છે અને શારીરિક શ્રમ સુન્ય , તમને ખબર છે જો શારીરિક શ્રમ ના હોય તમારા જીવન માં તો તમને રાત્રે સુવામાં તકલીફ પડે , તમારી સાથે બનતું હશે જયારે તમે શારીરક  રીતે બૌ થાક્યા હોવ તો ભલેને એસી  બંધ હોય બૌ ગરમી હોય પણ તમે કુંભકર્ણ  ની જેમ સુઈ જાવ છો  કારણ એનું એકજ કે શારીરિક થાક.
- રોજ સવારે કે સાંજે 30 મિનિટ થી લઇ 1 કલાક સુંધી ચાલો તમારા સમયે
-તમારો રૂમ રોજ સાફ કરો ભલે એ સાફ હોય , આનાથી તમને ખ્યાલ રહેશે તમારી વસ્તુ રૂમમાં ક્યાં ક્યાં ખૂણે પડેલી છે અને જો ઓચિંતા કોઈ આવી જાય તોય તમારું ઘર એકદમ સાફ લાગે
- અત્યાર નો સમય એવો છે કે દરેક ઘરમાં 2 થી વધુ વાહન જોવા મળે છે , રોજ તમારી મોટરસાઇકલ કે કાર હોય એને જાતે સાફ કરો , એનો ફાયદો એ રહેશે કે તમે તમારા સાધન વિશે બધુજ ખ્યાલ રહેશે , અને કૈક પ્રોબ્લેમ હશે તો એ તમને તરત દેખાઈ જશે।
- જો તમારા ગરના બચ્ચા પાર્ટી હોય તો રોજ એકાદ કલાક નીકાળી  એમની સાથે કોઈ પણ રમત રમો

આમ તો ગણું બધું છે જો હું લખવા જાઉં તો પણ થોડું તમારા માટે બાકી રાખું છું  જો તમારી પાસે કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ ના માધ્યમ થી જણાવો

આમ આ ત્રણેય એક બીજા થી જોડાયેલી છે ગમેતે એક નય હોય તમારા જીવનમાં તો તમારી તંદુરસ્તી બગડવાના ચાન્સ થોડા વધશે।
આ સાથે હું આ ટોપિક નો અનંત અહીંયા લાવું છું  અને આશા રાખું છું  કે તમને મારો આ વિચાર વાંચવામાં ગમ્યો હશે

ધન્યવા .


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો