How to create a blog on blogger 2012-13 / Blogger tutorial in Gujarati

બ્લોગ કેવી રીતે બનાવવો 
 
                                                બ્લોગ કેવી રીતે બનાવો ? તેમાં પોસ્ટ કેવી રીતે લખવી એ બધુજ હું આ પોસ્ટ માં તમને સીખવીસ , ગણા બધાના મનમાં એક હાઉ હોય છે કે બ્લોગ બનાવા પ્રોગ્રામિંગ આવડવું જોઈએ સારું English આવડવું જોઈએ ને આવા બીજા ગણા બધા સવાલ દિમાગમાં ફરતા હોય છે પણ એવું કસુજ નથી મિત્રો બ્લોગ બનાવો એ તો નાના ટાબરિયાઓ ની રમત જેવું છે એટલે કે એકદમ સેહલું ,તમારી પાસે ફક્ત Computer અને Internet નું પાયા નું જ્ઞાન હોવું જરૂરી છે ,તમને બ્લોગ બનાવતા ફક્ત વધારે માં વધારે 2 મિનીટ જેટલો સમય લાગે ,દરેક ભાષામાં લોકો શીખવે છે કે બ્લોગ કેવી રીતે બનાવો પણ મેં જોયું તો ગુજરાત માં થી ગણા બધા બ્લોગ બનાવે છે અને વરસો થી કમાય છે પણ કોઈ પણ વિરલા ને એમના થયું કે લોકો ને બ્લોગ બનાવતા સીખવીયે ,ગણી વાર હું Search મારું છું પણ ગુજરાતી માં કોઈ Tutorial બનાવતું જ નથી ,તે પછી મારી ઈછાં જાગી કે હું જ સરુઆત કરું, તો ચાલો મિત્રો કુદી પડીએ બ્લોગ ની દુનિયામાં .
 
સ્ટેપ 1 -  Blogger.com ઉપર જાઓ , નીચે આપેલા ફોટા પ્રમાણે 



સ્ટેપ 2 - Blogger com ઉપર જસો એટલે નીચે આપેલા ફોટા જેવું page ખુલશે 
          -  "SIGN  Up " click કરી તમારે New Account બનાવાનું રેહશે ,જો તમારી પાસે કોઈ પણ Google નું    Account હોય તો new Account બનાવવાની જરૂર નથી તમે એજ  Account થી "Sign In" કરી શકો છો .
(google નું  Account એટલેકે -Gmail ,Orkut ,Google Plush ,)
 
સ્ટેપ 3 - SIGN UP ઉપર ક્લિક કરી ફોર્મ ભરી New Account બનાવ્યા બાદ તમારી સામે નીચે આપેલા ફોટા પ્રમાણે Web Page ખુલશે ,હવે "New Blog " ઉપર ક્લિક કરી તમારે તમારો બ્લોગ બનાવો .


















"New Blog " ઉપર ક્લિક કર્યા બાદ નીચે આપેલા ફોટા જેવું page ખુલશે , બ્લોગ બનાવતા પેહલા આટલી વાત યાદ રાખો .
   *બ્લોગ તમે કોઈ પણ વિસય પર બનાવી શકો છો , જે  વિસયમાં તમે માહિર હોવ એજ વિસય પર બ્લોગ  બનાવવો .
   *બ્લોગ નું Address એટલે કે નામ એવું આપવું જે લોકો ને આસાનીથી યાદ રહી જાય અને બને તો જે તમારો વિસય હોય એ વિસય ને અનુરૂપ જ આપવું (ઉદાહરણ તરીકે મારો એક બીજો બ્લોગ છે જે Facebook Timeline  Cover ઉપર બનાવેલો છે તો એ બ્લોગ નું નામ મેં Fbcovers123 આપ્યું છે એટલે બ્લોગ નું પૂરું Address આવું છે Fbcovers123.blogspot.com  )નોધ બ્લોગ Address તમે બદલી ના શકો એટલે બને ત્યાં સુંધી સમજી વિચારી નામ આપવું 

Title તમે ગમેતે આપી શકો છો અને તમે એને બદલી પણ શકો છો પણ બને ત્યાં સુંધી title પણ તમારો બ્લોગ નો જે વિસય હોય એના ઉપરજ રાખવું 
Template - તમે કોઈ પણ રાખી શકો છો , અને ઇછા થાય ત્યારે બદલી પણ શકો છો , સમજી લોકે આ તમારા mobile માં theme Select કરવા જેવું જ છે અને એટલી જ આશાની થી બદલવા જેવું છે .
 
                            નીચે આપેલા ફોટામાં જુઓ જરા, મેં "GujaratiRocks1" નામ આપ્યું છે Address માં અને Title માં "Gujarati Rocks" ,આજ રીતે તમે તમારા બ્લોગ ને તમારું આગવું નામ આપો , હવે આબધુ કર્યા બાદ તમારે ફક્ત "Create  Blog!" ઉપર ક્લિક કરવી  નીચે આપેલા ફોટા પ્રમાણે .

 


 Create Blog ઉપર ક્લિક કર્યા બાદ નીચે આપેલા ફોટા જેવું page ખુલી જશે 












અને હવે તમે View Blog ઉપર ક્લિક કરી તમારો બ્લોગ જોઈ સક્સો
 (ઉપરના ફોટા માં એરો આપ્યો છે તે પ્રમાણે ક્લિક કરવી )
 
 
View Blog ઉપર ક્લિક કર્યા બાદ તમારો બ્લોગ નીચે આપેલા ફોટા જેવો દેખાશે . :)
















તમારો બ્લોગ તૈયાર , ખાલી વાંચવામાં સમય વધારે લાગ્યો હશે પણ જયારે બનાવવા બેસો તો જડપથી બની જશે હું આશા રાખું છું કે તમને મજા પડી હશે , જો તમને કઈ ના સમજાય તો Comment ના માધ્યમ ધ્વારા તમે મને કહી શકો છો . :)


***********************************************************************
નોધ - જો ગુજરાતી વ્યાકરણ માં મારી ભુલ હોય તો મને માફ કરસો .
વિનંતી - કૃપા કરી comment ધ્વારા આપ જણાવો કે આપને "Blogger tutorial in Gujarati" વિશે નો લેખ  કેવો લાગ્યો .

Earn Money Online Without Any Investment From Google

                  ગુગલ દ્વારા કોઈ પણ Investment વગર રૂપિયા કમાવો 


                                  હા મિત્રો તમે સાચું જ વાચી રહ્યા છો ,આ કોઈ મજાક નથી ખરે ખર તમે ગુગલ માં થી ધારો એટલા રૂપિયા કમાઈ શકો છો ,ગુજરાત માં ગણા લોકો આરામથી ઘરે બેઠા બેઠા ઢગલો રૂપિયા કમાઈ રહ્યા છે , ફિકર ના કરતા મિત્રો આ કોઈ ઉલ્લુ બનવાની સ્કીમ નથી , આમાં તમારે કોઈજ Investment કરવાનું નથી ,આ એકદમ મફત છે.

                                  હવે તમારા Mind માં સવાલ આવશે તો ગૂગલ માં થી કમાવું કેમનું હેને , તો એના માટે તમારી પાસે Computer અને Internet નું પાયા નું જ્ઞાન જરૂરી છે એટલે કે ફક્ત Basic Knowledge અને મેહનત અને ધીરજ ની જરૂર પણ રેહશે ,રૂપિયા કમાવા આસાન નથી એ તમે અને હું પણ જાણીએ છે પણ એ પણ કઈ દૌ કે અગરુ પણ નથી , "હિમતે મરદા તો મદદે ખુદા " બસ જે કામ હાથ માં લો એમાં મચી પડો કુદી પડો હમેશા જીતવાની આશા રાખો કમાવાની આશા રાખો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો , માફ કરસો થોડો તમારો સમય લીધો પણ કેહવું જરૂરી હતું , હવે આવીએ મુદ્દા ની વાત પર Google દુનિયા નું એક નંબર નું Search Engine છે , તે સિવાય તે ગણી બધી બીજી સેવાઓ આપે છે , જેમકે Gmail ,Image Search , Blogger ,Adword ,Adsense અને બીજી ગણી બધી સેવાઓ છે . તમારે ખાલી એટલું કરવાનું છે કે Google માં જઈને "More " પર Click કરવી ,નીચે આપેલા ફોટા પ્રમાણે .અને blogger ઉપર Click કરી Blogger.Com માં જવાનું રેહશે .







હવે નું કામ એ રેહશે કે તમારે Blogger.com તમારું New Account બનાવી તમારો પોતાનો એક આગવો Blog બનાવાનો ,બ્લોગ ની અંદર નું લખાણ સારું હોવું જોઈએ જેથી લોકો તમારા બ્લોગ પર સમય પસાર કરે , હવે થોડા સમય પછી Google Adsense માટે Apply કરવું , Google Adsense વિશે તમને થોડી માહિતી આપી દૌ , એ એક ગુગલ નોજ ભાગ છે , એ તમારા બ્લોગ ઉપર જાહેરાત આપશે અને એના પર કોઈ Click  કરે તો તમને એના રૂપિયા મળે ,ટૂંકમાં તમે જેમ કોઈ પણ Websites જુઓ છો ત્યાં જાહેરાત પણ હોય છે , તો તમારો બ્લોગ એ તમારી site જ હશે ,અને એના પર આવનારી જાહેરાત ના તમને રૂપિયા મળશે , Adsense મેળવા સારો બ્લોગ હોવો જરૂરી છે અને ગણી બધી ધીરજ ની જરૂર પડે છે ,
                                                
                                                 હવે તમારા મનમાં સવાલ થશે કે બ્લોગ બનાવો કેમનો , ક્યાં વિષય પર બનાવો , કેવી રીતે લખવું , ક્યારે Adsense માટે Apply  કરવું ને બીજા ગણા બધા સવાલ આવ્યા હશે આ બધું જ હું તમને સીખવાડીસ ,થોડો સમય લાગશે પણ Contact માં રેહજો જેથી તમને સીખવા મળે અને મને ગાળો ના પડે :) , હું આશા રાખું છું કે તમને વાંચવું ગમ્યું હશે અને ગૂગલ માં થી કમાવાની ઈચ્છા પણ જાગી હશે . Thank You

***********************************************************************
નોધ - જો ગુજરાતી વ્યાકરણ માં મારી ભુલ હોય તો મને માફ કરસો .
વિનંતી - કૃપા કરી comment ધ્વારા આપ જણાવો કે આપને "Earn Money Online Without Any Investment From Google" વિશે નો લેખ  કેવો લાગ્યો .

Gujarat Rozgar Samachar


ગુજરાત સરકાર દરેક બુધવારે ઓનલાઈન રોઝગાર સમાચારની જાહેરાત કરે છે ,તમે અહિયાં થી ગુજરાત રોઝગાર સમાચાર સરણ અને સીધી રીતે ડાઉનલોડ કરી શકો છો .


Gujarat Rozgar Samachar 09/01/2013 : Download 
Gujarat Rozgar Samachar 26/09/2012 : Download 
Gujarat Rozgar Samachar 19/09/2012 : Download 
Gujarat Rozgar Samachar 12/09/2012 : Download
Gujarat Rozgar Samachar 05/09/2012 : Download
Gujarat Rozgar Samachar 29/08/2012 : Download
Gujarat Rozgar Samachar 22/08/2012 : Download
Gujarat Rozgar Samachar 15/08/2012 : Download
Gujarat Rozgar Samachar 08/08/2012 : Download
Gujarat Rozgar Samachar 01/08/2012 : Download

How To Use Android In Windows 7 / Pc & Laptop

                                
                                              Android ની આજે આખી દુનિયા દીવાની છે , જ્યા જુઓ ત્યાં Android ના જ બોલબાલા છે , તેના કારણે આજે ગણી બધી Mobile Compenies Android Operating System (OS ) નો ઉપયોગ કરે છે , Android ની Applications આજે ગણી બધી લોકપ્રિય છે અને ગણી બધી Applications તમે Apps Store માં થી મફત Download કરી શકો છો .અને તેથીજ મારા તમારા જેવા Android ના દીવાનો ને તે PC અને Laptop માં જોઈએ છે ,આ હતી બહિ Android  ની કથા .

                                           હવે ની કથા એ છે કે આ Android ને Windows 7 માં નાખવું કેમનું ,ગણા  બધા ને પેહલો વિચાર એજ આવશે કે એના માટે તો Computer Programing નું જ્ઞાન જરૂરી હશે કાતો કોઈ Computer નો Master જ આ કામ કરી સકે હેને ? પણ આ કશાની જરૂર નથી ,તમારું Computer નું પાયા નું જ્ઞાન જ બૌ થઇ ગયું , તમારે ફક્ત એક સોફ્ટવેર Install કરવાનું રેહશે અને આ Android તમારા PC કે Laptop માં આવી જશે , આ છે એક Android Player જેમ તમે Songs અને Videos ચલાવા માટે Windows Media Player, VLC Media Player  કે પછી Winamp નો ઉપયોગ કરો છો એમ તમારે Android Apps વાપરવા માટે Android Player નો ઉપયોગ કરવાનો રેહશે .આ Android Player નું નામ Bluestacks  છે,અને મિત્રો તે તદન મફત છે ,બધી જ Android Apps આ Bluestacks મા ચાલુ થાય છે એ પણ Full Screen.
BlueStacks ડાઉનલોડ કરવા માટે અહિયાં Click કરો .

Installation કર્યા પછી BlueStacks નીચે આપેલા ફોટા જેવું દેખાશે


Apps Stores પણ આપેલા છે જેથી તમે સરળતા થી તમારી મનપસંદ Apps આસાની થી ડાઉનલોડ કરીસકો
***********************************************************************
નોધ - જો ગુજરાતી વ્યાકરણ માં મારી ભુલ હોય તો મને માફ કરસો .
વિનંતી - કૃપા કરી comment ધ્વારા આપ જણાવો કે આપને Android નો Tutotial  કેવો લાગ્યો .

Short Inspirational & Motivatioanl Quotes in Gujarati Language.




1) ખુસ એજ લોકો હોય છે જે સપનાઓ જોવે છે અને તે પુરા કરવા કોઈ પણ કીમત ચૂકવા તૈયાર રહે  છે .

2) ભવિષ્ય એ વર્તમાન માં કરેલા કર્મો પર નિર્ભર કરે છે .

3) તમારું ભવિષ્ય સારા હાથો માં મુકો - તમારા પોતાના .

4) કામ એવું શોધો કે જે તમને પશંદ હોય ત્યાર બાદ એવું થઇ જશે કે તમારી પાસે કઈ કામ જ નહિ હોય .

5) તમે હંમેશ વધારે શારુ કરી શકો છો એના માટે ફક્ત પોતાની જાત પર વિશ્વાસ કરવો જરૂરી છે .

6) સાત વાર નીચા પડો ,આઠ વાર ઉભા થાઓ .

7) જો તમે વિચારતા હોવ કે તમે નહી કરી શકો કે તમારા થી નહિ થાય , તો તમે સાચા છો .

8) જીવન નો સાચો અર્થ એ છે કે જીવન ને સાચો અર્થ આપો .

9) જીવન એવી રીતે જીવો કે જાણે આજનો દિવસ તમારી માટે છેલો હોય .

10) સચાઈ ને સાથ આપો પછી ભલે ને તમે એકલા હોવ .

11) ઊંચા સપનાઓ જોવા વાળાના ઊંચા સપનાઓ હંમેશા પુરા થાય છે .

12) સપના પુરા કરવા માટે સપના જોવા જરૂરી છે .

13) જે માણસે કોઈ દિવસ ભૂલ ના કરી હોય એણે કોઈ દિવસ નવું કરવાનો પ્રયાસ કર્યોજ નહિ હોય .

14) જેવીજ બીક તમારા ઉપર હાવી થવા જાય એ પેહલા એના ઉપર હુમલો કરી એને નષ્ટ કરી દો .

15) કોઈ પણ વ્યક્તિ જન્મ થી મહાન નથી હોતો પણ કર્મ થી હોય છે .

16) નફો કમાવા માટે આમંત્રણ ની જરૂર નથી હોતી .

17) ત્રણ વસ્તુ વધારે સમય સુધી છુપી નથી રેહતી સુરજ ,ચંદ્ર અને સત્ય .

18) જે વિચારીએ છીએ તેજ આપડે બનીએ છીએ .

20) જો તમે સાચું બોલતા હસો તો તમારે કૈજ યાદ રાખવાની જરૂર નથી .

21)જ્યાં શુંધી તક ના મળે ત્યાં શુંધી તમારી આવડત કશીજ નથી .

22) જો તમે ઈચ્છતાં હોવ કે કઈ ક વસ્તુ સારી રીતે થાય તો એને જાતેજ કરો .

23) જ્યાં સુંધી કામ પૂરું ના થાય ત્યાં સુંધી એ અશંભવ જ લાગે છે .

24) જે વ્યક્તિ પોતા ના વિષે નથી વિચારતો , એ વિચાતો જ નથી .

25) સફળતા એ વિજ્ઞાન છે, જો પરિસ્થિતિ હશે તો પરિણામ મળશે  જ .

26) ઉમર વિચારે છે , યુવાની કરીજાણે છે .

27)  એક પતંગિયું મહિના નહિ પણ ક્ષણ ગણે છે તો પણ એની પાસે પુરતો સમય હોય છે .

28) ખાલી ઉભા રહી પાણી જોતા રહી ને તમે નદી પાર નહિ કરી શકો .

29) જીતવા વાળા કઈ અલગ કાર્ય નથી કરતા , એ કાર્યો ને અલગ રીતે કરે છે .

30) ખરાબ પરિસ્થિતિ માં ગણા  બધા પડીભાંગે છે ,જયારે અમુક લોકો ઈતિહાસ રચે છે .

31)  જે શોધશે એ જ મેળવ શે .

32) જીંદગીમાં વારંવાર હારવા વાળા જ સફળ થઇ શક્યા છે .

33) દરેક વસ્તુ નું નિર્માણ બે વખત થાય છે , પેહલા તો મન માં અને બીજી વાર વાસ્તવિકતા માં .



 ***********************************************************************
નોધ - જો ગુજરાતી વ્યાકરણ માં મારી ભુલ હોય તો મને માફ કરસો .
વિનંતી - કૃપા કરી comment ધ્વારા આપ જણાવો કે આપને Inspirational & Motivational Gujarati Quotes કેવા લાગ્યા .

Gujarati Kakko

ચાલો બાળપણ ની યાદો તાજા કરીએ મિત્રો  , ABCD ... તો બધાને કડકડાટ આવડતી હશે હેને ? શું તમને કક્કો કડકડાટ આવડે છે હજી ? ગણા  બધા ભૂલી ગયા હશે , તો ચાલો ફરી એક વાર કક્કાનો રટ્ટો મારી લઈએ .


જુના  દિવસો યાદ આવી ગયા હશે right અને એની સાથે ચેહરા પર એક સ્મિત પણ આવી ગયું હશે .

Gujarati Proverbs in Gujarati Language.

 ગુજરાતી અને English  કેહવતો , 
English કેહવતો નું ગુજરાતી માં અનુવાદન .

1)   All is Well that Ends Well.

      જેનો અંત રૂડો તેનું  બધું  જ  રૂડું 


2)   All that glitters is not Gold.

      ચમકે તે  બધું  સોનું  નથી હોતું


3)   An apple a day keep doctor away.

      રોજનું  એક સફરજન ખાવાથી ડોક્ટર ને દુર રાખી શકાય .


4)   An Empty vessel makes much noise.

      ખાલી ચણો વાગે ગણો .


5)   Barking dogs seldom bite.

      ભસતા કુતરા ભાગ્યે જ કરડે .


6)   Better late than never.

      કદી ન આવવા કરતા મોડું આવું  સારું .


7)   Bones for latecomers.
 
      વહેલા તે પહેલા .


8)   Charity begins at home.

      દાનની શરૂઆત ઘરથી થાય .


9)   Contentment is happiness.

      સંતોષ એ  જ  પરમ સુખ .


10) Don't cross a bridge until you come to it.

      સંકટ આવ્યા પેહલા તેનો વિચાર ન કરો .


11) Every cloud has a silver lining.

      નિરાશામાં આશા છુપાઈ હોય છે .


12) Every Dog has its day.

      દરેકને પોતાના સુખના દિવસો આવે છે .


13) Example is better than precept.

      ઉપદેશ કરતા આચરણ વધુ સારું .


14) Experience is best teacher.

      અનુભવ ઉતમ શિક્ષક છે .


15) First come first served.

      વહેલો તે પેહલો .


16) God help  hose who help themselves.

      હિમતે મર્દા તો મદદે ખુદા .


17) Half a loaf is better than none.

      રોટલો ના હોય એના કરતા અડધો સારો .


18) Helth is wealth.

      પહેલું સુખ એ જાતે નર્યા .


19) Listen to people but obey your conscience.

      સાંભળવું સહુનું પણ કરવું મનનું ધાર્યું .


20) Little Things please little mind.

      નાના મનવાળા નાની બાબતોથી ખુશ રહે છે .


21) Look before you leap.

      કુદતા પેહલા વિચાર કરો .


22) Make hay while the sun shines.

     લાભ મળતો ત્યાં લઈલો .


23) Many hands make light works.

      જાજા હાથ રાણીયામણા .


24) Might is right.

       મારે તેની તલવાર .


25) Money begets money.

      પૈસો પૈસાને ખેચે .


26) More hates,less speed.

      ઉતાવળે આંબા ના પાકે .


27) Necessity is the mother of invention.

      જરૂરિયાત શોધની જનેતા .


28) No Pains , no gain.

      મહેનત વગર કઈ મેળવી શકાતું નથી .


29) No Rose without a thorn. 
   
      કાંટા વિના ગુલાબ ના હોય .


30) Out of sight , out of mind.

       નજરથી વેગળા તે માંથી વેગળા .
 

31) Out of the frying pan , into the fire.

     ઓલામાંથી ચૂલામાં પડવું .


32) Penny wise , pound foolish.

      ખાળે ડૂચા ને દરવાજા મોકળા .


33) Practice make perfect.

      માનસ પ્રયત્નથી જ પૂર્ણત્વને પામે છે .


34) Prevention is better than cure.

      પાણી પેહલા પાળ બાંધવી .


35) Reap as you sow.

      વાવો તેવું લણો .


36) Rome was not built in a day.

      ઉતાવળે આંબા ના પાકે .


37) Set a thief to catch a thief.

      ચોરને પકડવા ચોર મુકો .


38) Slow and steady wins the race.

       ધીરજના ફળ મીઠા .


39) Spare the rod and spoil the child.

      સોટી વાગે ચમચમ , વિદ્યા આવે રમજમ .


40) Strike while the iron is hot.

      લોખંડ ગરમ હોય ત્યારે ઘા કરો .


41) The child is father of the man.

      પુત્રના લક્ષણ પારણામાં .


42) Tit for tat.

       જેવા શાથે તેવા .


43) To err is human.

       માણસ  માત્ર ભૂલને પાત્ર .


45) Too many cooks spoil the broth.

      જાજા રસોઈયા રસોઈ બગાડે .


46) Two heads is better than one.

       એકથી બે ભલા .


47) Union is strength.

      સંપ ત્યાં જંપ .


48) All is fair in love and war.

      પ્રેમ અને યુદ્ધ માં બધુજ વાજબી છે .


49) A drowning man catches at a straw.

      ડૂબતો માણસ તણખલાને જાલે .


50) A words is enough for the wise.

      શાણો સાનમાં સમજે .

હું આશા રાખું છું કે તમને કેહવતો વાંચવામાં મજા પડી હશે , જો તમારી પાસે આના સિવાય ની કેહવતો હોય તો નીચે comment box માં લખવા વિનંતી .

નોધ - કૃપા કરી મારા blog ની post copy ના કરતા , કારણકે તે બનાવતા મને ગણો સમય લાગે છે .